શ્રી સોરઠ કારડીયા રાજપૂત સમાજ કેળવણી મંડળ, ગાંધીનગર.
પ્રવેશ પદ્ધતિ
રાજભવાની સરસ્વતીધામ, ગાંધીનગર ખાતે શરૂ થઈ રહેલ વર્ગ-૧/૨ ની જાહેર પરીક્ષાના વર્ગોમાં પ્રવેશ માટે અગાઉ લેવાયેલ પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને પ્રવેશ આપવાની કાર્યવાહી તારીખ ૧૦/૦૭/૨૦૨૬ ને શુક્રવારના રોજ કરવામાં આવી.
પ્રવેશ પ્રક્રિયાના અંતે ખાલી રહેલી જગ્યાઓમાં પ્રવેશ માટે ફરી એકવાર પ્રવેશ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પ્રવેશ પરીક્ષા આગામી તારીખ ૧૭/૦૭/૨૦૨૬ ને શુક્રવારે બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ દરમિયાન ગાંધીનગર ખાતે, સેક્ટર-૫D ગાંધીનગર ખાતે લેવાશે.
અગાઉ લેવાયેલ પ્રવેશ પરીક્ષા પાસ ન કરી શકનાર ઉમેદવારો અને અગાઉની પ્રવેશ પરીક્ષામાં કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શક્યા હોય તેવા ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે.
પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાનું માળખું અગાઉની પ્રવેશ પરીક્ષા જેવું જ રહેશે. રહી ગયેલા ઉમેદવારો માટે આ છેલ્લી તક છે, કારણ કે નિયમિત વર્ગો તારીખ ૧૩/૦૭/૨૦૨૬ થી શરૂ થઈ રહ્યા છે.